મહાકુંભમાં અત્યાર સુધી 55 કરોડ શ્રદ્ધાળુઓનું પવિત્ર સ્નાન
મહાકુંભમાં અત્યાર સુધી 55 કરોડ શ્રદ્ધાળુઓનું પવિત્ર સ્નાન
Blog Article
ઉત્તર પ્રદેશ સરકારે મંગળવારે જણાવ્યું હતું કે 13 જાન્યુઆરીથી ચાલુ થયેલા મહાકુંભ મેળામાં અત્યાર સુધી અભૂતપૂર્વ 55 કરોડ ભક્તોએ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું છે. ભારતના 110 કરોડ સનાતન અનુયાયીઓમાંથી અડધાએ ડૂબકી મારી છે અને 26 ફેબ્રુઆરીએ અંતિમ પવિત્ર સ્નાન વિધિ સુધી આ સંખ્યા 60 કરોડને વટાવી જવાની ધારણા છે. એક અંદાજ મુજબ ભારતની કુલ વસ્તી આશરે 143 કરોડ છે, જેમાંથી 110 કરોડ હિન્દુ છે. આમ અત્યાર સુધી ત્રિવેણી સંગમમાં 50 ટકાથી વધુ હિન્દુઓએ સ્નાન કર્યું છે.
દરમિયાન પ્રયાગરાજ જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) રવિન્દ્ર મંદારે મંગળવારે મહાકુંભ મેળાને લંબાવવાની સોશિયલ મીડિયા પર ફરતી અફવાઓને સ્પષ્ટપણે નકારી કાઢી હતી.આવી અટકળોને નકારી કાઢતાં તેમણે સ્પષ્ટતા કરી કે કુંભમેળાનું સમયપત્રક ધાર્મિક મુહૂર્તના આધારે નક્કી કરવામાં આવે છે અને તે યથાવત રહેશે. મહાકુંભ તેના પૂર્વ નિર્ધારિત સમયપત્રક અનુસાર 26 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થશે.